હું શોધું છું

હોમ  |

સિદ્ધિઓ
Rating :  Star Star Star Star Star   

  • ભાગ ૧ થી ૫ ના ગુન્‍હાઓની શોધન અને તપાસ ગુણવત્તમાં ઉત્તરોત્તર સુધારો તેમજ ગંભીર ગુન્‍હોના પ્રમાણમાં ઘટાડા સાથે ક્રાઇમ રેટ માં ઘટાડો તે નોંધાનીય બાબત છે.
  • દારૂ, જુગારની બદીઓ પર અસરકારક નિયત્રંણ અને પોલીસની આગોતરી / PROACTIV કામગીરીમાં અનેક ગણો વધારો.
  • છેલ્‍લા વર્ષો દરમ્‍યાન ગેરકાયદે પેસેન્‍જર હેરાફેરી અટકાવવા સહિતની ટ્રાફીક સંબંધિત કામગીરીમાં અનેક ગણો વધારો.
  • કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતી સંપૂર્ણ સંતોષજનક, જીલ્‍લા પંચાયત ચૂંટણી, તાલુકા પંચાયત ચૂંટણી, મ્‍યુનિસિપલ ચૂંટણી, વિધાનસભા ચૂંટણી, લોકસભા ચૂંટણી તેમજ વીઆઇપી અને વીવીઆઇપીઓની જીલ્‍લાની મુલાકતો ઉત્તરાર્ધ મહોત્‍સવ અને મેળા મહોત્‍સવ અને તરણેતર મેળા પ્રકારના કાર્યક્રમો સહીતના તમામ પ્રસંગો વિધ્‍નરહીત અને કાયદો અને વ્‍યવસ્‍થાની આદર્શ સ્‍થિતીરૂપ સંપન્ન થયેલ છે.
  • પોલીસ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર વિકાસમાં છેલ્‍લા વર્ષોમાં આમૂલ પરીવર્તનરૂપ કામગીરી થઇ છે. જીલ્‍લાનાં જોરાવરનગર, લખતર, પાટડી, ધ્રાંગધ્રા તાલુકા, સાયલા, લીંબડી, દસાડા, ઝીંઝુવાડ તથા લીંબડી પો.સ્‍ટે.ના મકાનો તથા વિપોઅધિ.શ્રી લીંબડી, સીપીઆઇશ્રી લીંબડી ને કચેરી અને લીંબડી પો.સ્‍ટે.ના મકાનો રાજય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્રારા નવા મકાનનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી સુવિધા સંપન્ન બનાવી અધતન અને મોડેલ રૂપ મકાન બનાવેલ છે. તેમજ વિપોઅધિ.શ્રી ધ્રાંગધ્રા ની કચેરી, સીપીઆઇશ્રી ધ્રાંગધ્રા ની કચેરી તથા ધ્રાંગધ્રા સીટી પો.સ્‍ટે. ના મકાનોનું બાંધકામ ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્રારા પૂર્ણ કરેલ છે. તેમજ પો. હેડ કવા., સુરેન્‍દ્રનગર, વઢવાણ, ચુડા તથા સાયલા ખાતે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્રારા રહેણાંકના મકાનો વર્ષ ૨૦૦૯-૧૦ માં તૈયાર કરેલ છે. તેમજ પો. હેડ કવા., થાનગઢ, પાણશીણા, મુળી, હળવદ, ચોટીલા ખાતે રહેણાંકના મકાનો તથા સીપીઆઇશ્રી સુરેન્‍દ્રનગર ની કચેરી નું બાંધકામ ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્રારા વર્ષ ૨૦૧૧-૧૨ માં થનાર છે. તેમજ સુરેન્‍દ્રનગર સીટી, સાયલા, થાનગઢ, મુળી અને ધ્રાંગધ્રા સીટી એમ કુલ ૫ પોલીસ સ્‍ટેશનોનું નિર્માણ લોકસહયોગ થી સુવિધા સંપન્ન કરી મોડલ પોલીસ સ્‍ટેશન બનાવવામાં આવેલ છે.
  • પોલીસ અધીક્ષકની કચેરી ખાતે અધતન કંટ્રોલ રૂમ, કોન્‍ફરન્‍સ રૂમ, અધતન એલઆઇબી અને ફોરેનર્સ રજીસ્‍ટ્રેશન બ્રાન્‍ચ, પોલીસ કર્મચારીઓની સુવિધા માટે સુવિધા સંકુલ (બાર્બર શોપ, ધોબી શોપ, ટેલર શોપ, કેન્‍ટીન, એટીએમ, ક્રેડીટ સોસાયટી અને ક્રેડીટ સોસાયટી સંચાલીત પાસપોર્ટ એજન્‍સી) જરૂરી તમામ અધતન ફર્નિચર સાથે ઉભુ કરવામાં આવેલ છે. પોલીસ હેડ કર્વા. ખાતે બગીચો, ધ્‍યાન કેન્‍દ્ર, બાલક્રિડાંગણ, સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ, જીન્‍મેશ્‍યમ, લાયબ્રેરી, ટેનિસ ગ્રાઉન્‍ડ, પોલીસ કોમ્‍યુનિટી હોલ સહીત બહુહેતુક ઉપયોગ માટેના સર્વકાર્ય સિધ્‍ધિ સંકુલનું નિર્માણ કરી પોલીસમાં થઇ રહેલા આધુનિકીકરણ અને મૂળભુત પરીવર્તનની પોલીસ કર્મચારી અને પ્રજાની પ્રતીતી કરાવનાર બાબત બની રહી છે.
  • નાગરીકોની પોલીસને સ્‍પર્શતી રજુઆતોનો માનનીય મુખ્‍યમંત્રીશ્રી ના ઓનલાઇન સ્‍વાગત કાર્યક્રમ, માનનીય પ્રભારીમંત્રીશ્રીના લોક દરબાર, જીલ્‍લા કક્ષાના રજુઆરત નિવારણ ફોરમ અને પોલીસ અધીક્ષકશ્રીના લોક દરબાર તથા ઓનલાઇન અરજી સ્‍વીકારના માધ્‍યમની અસરકારક નિકાલ વહીવટીતંત્રના પ્રજાકીય ઉત્તરદાયત્‍વનો આદર્શ નમૂનો છે.
  • પોલીસ વિભાગની હસ્‍તકની જમીનો, પરેડ ગાઉન્‍ડ અને પોલીસ લાઇનમાં વૃક્ષોનું વૃક્ષારોપણ, બગીચા નિર્માણ પોલીસ સ્‍ટેશન અને પોલીસ લાઇનના માહોલમાં બદલાવ લાવવા અને પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિના પોલીસ પ્રયાસનું પ્રતિકરૂપ છે.
  • સને ૨૦૦૪ માં પોલીસ આવાસ નિગમ દ્રારા પોલીસ અધીક્ષકની કચેરી માટે અધતન બિલ્‍ડીગ નિર્માણ થતાં હાલ પોલીસ અધિક્ષકની કચેરી કાર્યરત છે.
  • પોલીસ, હોમગાર્ડ, ગ્રારદ અને પોલીસ મિત્રો દ્રારા અકસ્‍માત અને ગુન્‍હોના ભોગ બનનારના લાભાર્થે રકતદાન શિબિરનું આયોજન કરીએ છીએ. પોલીસની સારવાર યાદી સાથે સારવાર માટે જનારને કયારેય રકતના અભાવે મુશ્‍કેલી ન પડે તે દિશામાં સેવાના ઉત્તમ ધોરણો પ્રસ્‍થાપિત કરવાની દિશાનું આ કદમ છે. દરેક પોલીસ કર્મચારીઓના બ્‍લડ ગૃપોની યાદી તૈયાર કરવામાં આવેલ છે. પોલીસ હેડ કર્વા. અને પોલીસ સ્‍ટેશનો ખાતે વારંવાર ફ્રી મેડકલ કેમ્‍પો યોજી નિષ્‍ણાત ડોકટરશ્રીઓ દ્રારા પોલીસ કર્મચારી અને પોલીસ પરીવારોની વારંવાર ચકાસણી કરવામાં અને તેઓની સારવાર વિના મુલ્‍યે થાય તેની ખાસ દરકાર લેવામાં આવે છે.
  • ગુના અટકાયત
  • કલ્‍યાણકારી
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 07-05-2011