હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સુરેન્દ્રનગર જિલ્લો સાફલ્યગાથા        

  1.  

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા શ્રી આર.એફ.સંગાડા નાઓની સુચનાથી જોરાવરનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન. ૦૪/૨૦૧૬ આઇ.પી.સી કલમ ૩૦૨, ૨૦૧ વિગેરે મુજબનો ગુન્હો વણ શોધાયેલ હોય જે ગુન્હાના વિઝીટેશન અધિકારી શ્રી બી.વી.જાની ના.પો.અધિ શ્રી સુ.નગર તથા પો.સ.ઇ શ્રી જો.નગર તથા સ્ટાફ તથા એલ.સી.બી શાખાના જયદિપભાઇ રાવલ નાઓએ બનાવ સમયે મેળવેલ સેલ ટ્રેકના મોબાઇલ ધારોકો જ આ ગુના માં સંડોવાયેલ હોવાનુ ચોક્ક્સ થતુ હોઇ જેથી જામનગર એલ.સી.બી નો સંપર્ક કરી બંને આરોપીઑ ની ખાનગી માં તપાસ કરવા જણાવેલ હતુ અને જોરાવરનગર ના પો.સ.ઇ. શ્રી એ.એચ.ગોરી તેમના સ્ટાફ તેમજ એલ.સી.બી. સ્ટાફને સાથે લઇ જામનગર તારીખ ૩૧/૧/૨૦૧૬ ની રાત્રીના બંને આરોપીઑની તપાસમાં જતા બંને આરોપીઑ ને ઝડપી લીધેલ હતા. અને તેઑની અલગ અલગ પુછપરછ કરતા તેઑએ આ ગુનો કરેલ હોવાનુ કબૂલ કરી ગુનો કેવી રીતે કર્યો , ગુનો કર્યા પછી શુ શુ કર્યુ તે તમામ વિગતો જણાવી હતી. જેમાં આરોપી અર્જુનસિંહ ની પુછપરછ દરમ્યાન તેને પૈસા ની જરુરત માટે તેના મામા રાજભા કેશુભા વાધેલા જેઑ થરા ગામે રહેતા હોઇ તેને વાત કરતા તેઑ એ કોઇ ગાડી ઉઠાવી લાવે તો તેને વેચાવી પૈસા મળી શકે તેમ કહેતા આ બંન્ને આરોપીઑએ પૈસાની લાલચમાં જામનગર થી પેસેન્જર તરીકે બેસી રસ્તામાં અર્જુનસિંહ કે જે પાછળ સીટ ઉપર બેઠેલ તેણે ડ્રાઇવરનુ પોતાની પાસે ના વાયર થી ગળુ દબાવેલ તે દરમ્યાન ડ્રાઇવરની બાજુમાં બેઠેલ મહાવિરસિંહે હેન્ડ બ્રેક લગાવી ગાડી ઉભી રાખી દિધી હતી. અને ડ્રાઇવર મરણ જતા તેને બાજુની સીટમા રાખી આરોપી અર્જુનસિંહે ગાડી ચલાવી  જામનગર – અમદાવાદ  હાઇવે ઉપરથી વડોદ ગામ પાસે જતા આડા રસ્તે જઇ લાશને રોડની સાઇડ માં ફેકી દિધેલ હતી. અને તેઑ બંને ગાડી લઇ થરા ગામે આરોપી અર્જુનસિંહના મામા પાસે ગયેલ હતા.થરા ગામે જતા આરોપી અજુનસિંહ ના મામા એ જે વ્યક્તિ સાથે રાજસ્થાન ગાડી વેચવા બાબતે વાત કરેલ તે વ્યક્તિ ગાડી લેવાની ના પાડતા અને તે દરમ્યાન ટેક્ષી ડ્રાઇવરનુ ખુન કરી ગાડી લઇ જવાના સમાચાર ટીવી અને છાપા માં આવતા પકડાઇ જવાની બીકે ગાડી ને સળગાવી નાખી નિકાલ કરેલ હતો.

          આ આરોપી જે જગ્યાએ થી ગાડી બાળી નાખવા થરા ગામ પાસેના પેટ્રોલ પંપ ઉપર થી પાણીની પ્લાસ્ટિક ની બોટલમાં પેટ્રોલ લીધેલ તે પેટ્રોલ પંપ ઉપર ના સીસીટીવી ફુટેજમાં પણ સ્પસ્ટ નજરે જોવામાં આવે છે જે સીસીટીવી ફુટેજ કબ્જે લીધેલ છે. તેમજ ગાડીને સળગાવતા આરોપી અર્જુનસિંહ એકાએક ભડકો થતા પોતાના માથા ના વાળ થોડા ઝાળ લાગતા રાધનપુર રોડ ઉપરની એક વાણંદની દુકાને કપાવેલ તે વાણંદની દુકાને પોતે પહેરેલ ઝાકીટ ભુલી ગયેલ જે ઝાકીટ કબ્જે કરેલ છે. આ ઝાકીટ જ્યારે આરોપી રાધંનપુર ટોલ પ્લાઝા મા ગાડી લઇ  પસાર થાય છે તે સમયે પહેરેલ તે હોવાનુ સ્પષ્ટ જણાય આવેલ છે.

          આમ પોલીસે સતત અને સધન તપાસ કરી આ ખુનનો વણશોધાયેલ ગુનો નોંધાયેલ જેની કોઇ જ કડી ન હતી તે ગુનાના આરોપી સુધી પહોચવાની કડી ઑ એકત્રિત કરી ગુનો શોધી કાઢી આરોપીઑને પકડી પાડી આરોપીઑ વિરુધ્ધમાં પુરતા અને મજબુત પુરાવાઑ એકત્રિત કરેલ છે. આ ગુના ના વિઝીટેશન અધિકારી તરીકે નાયબ પોલીસ અધીક્ષક , સુરેન્દ્રનગર ના શ્રી બી. વી. જાનીએ તપાસ કરનાર જોરાવરનગર પો.સ્ટે. ના પો.સ.ઇ. શ્રી. એ.એચ.ગોરી ની સાથે તમામ જગ્યાએ જઇ સતત માર્ગદર્શન આપી વણ શોધાયેલ રહેલ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

  1.  

સુ.નગરસીટી બી.ડીવી. પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.ન.૧૧૧/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ ના કામમા આરોપી આસીફ ઉર્ફે જબ્બર S/O મહંમદભાઇ બસીરભાઇ મકરાણી (બ્લોચ) ઉ.વ.૧૮ ધંધો- ડ્રાઇવિંગ રહે. સુરેન્દ્રનગર ઠે. જીનતાન રોડ ભારતપરા શેરીનં.-૨ મો.ન.૯૬૩૮૦૫૬૪૪૫ વાળા ને સદરહુ ગુના ના કામમા તા.૦૮/૦૨/૧૬ કલાક ૧૧/૧૫ વાગ્યે. અટક કરવામા આવેલ છે.આરોપી હાલે પોલીસ કસ્ટડી મા છે. આરોપીની પુછપરછ દરમ્યાન નીચે જણાવેલ મુજબ ના ગુનાઓમા ચોરી કરેલાની કબુલાત કરેલ છે.

  1.  

પો.સબ.ઇન્સ.શ્રી ચોટીલા તથા સ્ટાફના માણસો મળેલ હકીકત આધારે ગારેડા ગામની સીમમાં પ્રોહી અંગે રેઇડ કરતા આરોપી રાજુમાઇ મુળુભાઇ ભરવાડ રહે.બારણબોર તા.ચોટીલા વાળાએ પોતાના કબ્જામાં ગે.કા વિદેશી દારૂની બોટલ નંગ ૨૦૦ કી.રૂ.૬૦૦૦૦/- બીયર બોટલ ૨૧૬ કી.રૂ.૨૧૬૦૦/- મળી કુલ રૂ.૮૧૬૦૦/- નો મુદમાલ કબ્જે કરી ચોટીલા પો.સ્‍ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૦૦૧/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

  1.  

પો.ઇન્સ.શ્રી ધ્રાંગધ્રા સીટી તથા સ્ટાફના માણસો મળેલ હકીકત આધારે ખરાવાડ ધ્રાંગધ્રા મુકામે પ્રોહી અંગે રેઇડ કરતા આરોપી મહેશભાઇ ઉૃફે મયાભાઇ ભીમાભાઇ મકવાણા રહે.ધ્રાંગધ્રા વાળાએ પોતાના કબ્જામાં ગે.કા વિદેશી દારૂની બોટલ નંગ ૧૯૫ કી.રૂ.૩૪૫૦૦/- બીયર બોટલ ૪૮ કી.રૂ.૪૮૦૦/- મળી કુલ રૂ.૩૯૩૦૦/- નો મુદમાલ કબ્જે કરી ધ્રાંગધ્રા સીટી પો.સ્‍ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૦૦૩/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

  1.  

પો.સબ.ઇન્સ.શ્રી ચોટીલા તથા સ્ટાફનાં માણસોએ મળેલ હકિકત આધારે ચોટીલા સ્મસાનથી ચાણપા જવાના કાચા રસ્તે જુગાર અંગે રેઇડ કરતાં આરોપી હર્ષદભાઇ વિઠ્ઠલભાઇ વાળંદ વિગેરે -૬ વાળાના કબ્જા માંથી રોકડા રૂ.૧૮૩૬૦/- મો.ફો. ૭ કી.રૂ.૪૫૦૦/- મળી કુલ રૂ.૨૨૮૬૦/- નો મુદામાલ કબ્જે કરી, ચોટીલા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૩૦૦૧/૨૦૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

  1.  

પો.સબ.ઇન્સ.શ્રી પાણશીણા તથા સ્ટાફનાં માણસોએ મળેલ હકિકત આધારે ભથાણ ગામની સીમાં જુગાર અંગે રેઇડ કરતાં આરોપી ગફુરભાઇ ઉર્ફે ગુલ્લુ સુલેમાનભાઇ મુળીયા વિગેરે -૫ વાળાના કબ્જા માંથી રોકડા રૂ.૨૬૧૫૦/- મો.ફો. ૬ કી.રૂ.૪૦૦૦/- મળી કુલ રૂ.૩૦૧૫૦/- નો મુદામાલ કબ્જે કરી, પાણશીણા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૩૦૦૨/૨૦૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

  1.  

પો.ઇન્સ.શ્રી ધ્રાંગધ્રા સીટી તથા સ્ટાફનાં માણસોએ મળેલ હકિકત આધારે હળવદ રોડ મેવાડા ઓઇલ મીલની બાજુમાં જુગાર અંગે રેઇડ કરતાં આરોપી ભરતભાઇ લવજીભાઇ પટેલ વિગેરે -૪ વાળાના કબ્જા માંથી રોકડા રૂ.૧૭૮૬૦/- મો.ફો. ૫ કી.રૂ.૫૦૦૦/- મો.સા ૨ કી.રૂ.૭૫૦૦૦/- લેપટોપ ૧ કી.રૂ.૨૦૦૦૦/- મળી કુલ રૂ.૧૧૭૮૬૦/- નો મુદામાલ કબ્જે કરી, ધ્રાંગધ્રા સીટી પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૩૦૧૦/૨૦૧૬ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 16-02-2016