હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો - -

(એ) જાહેર તંત્ર ઉદેશ/હેતુ -- જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર, સરકારી, ખાનગી મિલ્કતો તેમજ લોકોની જાન માલની સુરક્ષા કરવાનો મુખ્ય ઉદેશ છે.

(બી) જાહેર તંત્રનું મીશન /દુરંદેશીપણું (વિઝન) -- પોલીસ તંત્ર દ્વારા સમાજને ભય મુકત કરવા સારૂ ઉપલબ્ધ સાધનોના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠતમ કામગીરી કરવાનું અને જુદી જુદી વૈજ્ઞાનિક પઘ્ધતિઓનો ઉપયોગ કરી કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ગુન્હેગારોને કોર્ટ દ્વારા સજા કરાવવાનું ઘ્યેય છે.

(સી) જાહેર તંત્રનો ટુંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ --  ભારત દેશને સ્વતંત્રતા મળ્યા પછી રાજય સરકાર દ્વારા લોકશાહી ઢબે અને જુદાજુદા વર્ગોને પુરતુ પ્રતિનિધિત્વ મળે તે રીતે આજના પોલીસ દળની રચના કરવામાં આવેલ છે. જેમા ઉત્તરોતર જુદાજુદા પ્રકારનાં સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર તેમજ વૈજ્ઞાનિક ઢબે ગુન્હાઓની તપાસ માટે રાજય સરકાર દ્વારા વિવિધ સવલતો ઉભી કરવામાં આવેલ છે.

(ડી) જાહેર તંત્રની ફરજો --  પોલીસ તંત્ર દ્વારા નાગરીકોનાં જાન-માલની સુરક્ષાની પ્રાથમિક ફરજ છે.તદ્‍ ઉપરાંત કુદરતી આપતીઓ વખતે પણ પોલીસ તંત્ર જાતેથી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી અનેકવિધ રીતે મદદરૂપ થઈ તટસ્થતાથી ફરજ બજાવે છે.

(ઈ) જાહેર તંત્રની મુખ્ય પ્રવૃતિઓ અને કાર્યો -- પોલીસ તંત્ર દ્વારા પ્રથમતો ગુન્હા બનતા અટકાવવા પ્રયત્ન કરવામાં આવે છે. તેમછતાં, પ્રવર્તમાન સમયમાં વસ્તી, વિસ્તાર, ઉઘોગોનો બહોળો વિકાસ થયેલ છે તેમજ, ગુન્હેગારો જુદી જુદી વૈજ્ઞાનિક શોધોનો ગેરલાભ ઉઠાવી ગુન્હાખોરી આચરે તો આવા ગુન્હેગારોને શકય તેટલા વહેલા ઝડપી લઈ તેમના વિરૂઘ્ધ દરેક પ્રકારનાં સાક્ષી/પુરાવા મેળવી ન્યાયની અદાલતમાં સજા કરવા રજુ કરવામાં આવે છે.

(એફ) જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ --  પોલીસ તંત્ર દ્વારા નાગરીકોની લેખિત તેમજ મૌખિક ફરિયાદ લઈ તેની ધોરણસરની તપાસ કરી ગુન્હેગારોને કોર્ટમાં નશ્યત સારૂ રજુ કરવામાં આવે છે. તદ્‍ઉપરાંત જાહેર પ્રસંગો જેવા કે, વિવિધ પ્રકારનાં ધાર્મિક સરધસો, મેળાવડાઓ, જાહેર સભાઓ, કુદરતી આફતો, ચુંટણીઓ, સમ્મેલનો, વગેરેમાં કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

 

(જી) જાહેર તંત્રનાં જિલ્લા સ્તરનાં માળખાઓનો આલેખ –

અ.નં.

શાખા / પો.સ્ટે.

જાહેર માહિતી અધિકારી

પ્રથમ અપીલ અધિકારી

અત્રેના તાબા હેઠળની તમામ વહીવટી શાખાઓ

કચેરી અધિક્ષકશ્રી,

પોલીસ અધિક્ષકશ્રીની કચેરી

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક

અત્રેના તાબા હેઠળની વહીવટી શાખા સિવાયની અન્ય તમામ શાખાઓ

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, રીડર શાખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક

LCB, સુરેન્દ્રનગર

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, LCB

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક

SOG, સુરેન્દ્રનગર

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, SOG

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક

LIB, સુરેન્દ્રનગર

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, LIB

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક

વાયરલેસ વિભાગ, સુરેન્દ્રનગર

પોલીસ ઇન્સપેક્ટરશ્રી,વાયરલેસ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક

ટ્રાફિક પો.સ્ટે. સુરેન્દ્રનગર

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી ટ્રાફિક પો.સ્ટે.

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક

સાયબર ક્રાઇમ પો.સ્ટે., સુરેન્દ્રનગર

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સાયબર ક્રાઇમ પો.સ્ટે.

SDPO શ્રી, સુરેન્દ્રનગર ઙીવીઝન

જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન

પોલીસ સ્ટેશનનાં થાણા અધિકારીશ્રી

જે તે સબંધિત SDPO શ્રી

૧૦

જીલ્લાની તમામ SDPO શ્રી ની કચેરી

કચેરીનાં રીડર પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી

કચેરીનાં SDPO શ્રી

૧૧

SC/ST સેલ, સુ.નગર

રીડર પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી SC/ST સેલ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી SC/ST સેલ

 

 

 (એચ) જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ --  પોલીસ એ પ્રજાનો મિત્ર છે. આ બાબત લોકો દ્વારા જેટલા પ્રમાણમાં સ્વીકૃત થાય તેટલા પ્રમાણમાં જ લોકો દ્વારા પોલીસને જુદા જુદા પ્રસંગોએ સહકાર મળી શકે કેમ કે, વસ્તી, વિસ્તાર, અને ઔઘોગિકરણને કારણે પોલીસની કામગીરીનો વ્યાપ મોટા ફલક પર વિસ્તાર પામેલ છે. જેના કારણે લોકો તરફથી પણ કાયદાને માન આપવામાં આવે અને અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમોની જાણકારી સક્ષમ અધિકારીને રૂબરૂમાં કે, ફોન દ્વારા પુરી પાડવામાં આવે તો ધણા ગુન્હાઓ બનતા પહેલાજ ડામી શકાય.

(આઈ) લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પઘ્ધતિઓ --  જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ર૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેના ટેલીફોન નંબર-૧૦૦ કે જે, ટોલ ફ્રી છે જેના પર અથવા તો તમામ પોલીસ સ્ટેશનોમાં ટેલીફોનની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ, પોલીસ વડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓને લેન્ડ લાઈન તથા મોબાઈલ સેવા દ્વારા નાગરીકો તરફથી કોઈ પણ પ્રકારની સલાહ સુચન કે, બાતમી મેળવી તેના પર ત્વરીત પગલા લેવામાં આવે છે.

(જે) સેવા આપવા અંગેના દેખરેખનિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્રઃ- જિલ્લામાં પોલીસ અધિક્ષક કક્ષાના એક ભારતીય પોલીસ સેવાનાં અધિકારી જાતેથી સમગ્ર પોલીસ દળનું નિયંત્રણ કરે છે. તથા વિભાગીય કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તેમના વિભાગ હેઠળનાં પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર સતત દેખરેખ રાખે છે, અને તાબાના અમલદારોને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પુરી પાડે છે. આ જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક પોલીસ સ્ટેશન મળી કુલ- ૨૩ પોલીસ સ્ટેશનો આવેલા છે. જેના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેકટર/પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાનાં અમલદારો તાબાનાં પોલીસ કર્મચારીઓ સાથે રહીને કાયદો વ્યવસ્થાની જાળવણી કરે છે.

મહિલાઓને લગતી ફરિયાદ સંબંધેની કામગીરી માટે જિલ્લા કક્ષાએ નારી સુરક્ષા સેલ કાર્યરત છે. જયાં મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલાઓની ફરિયાદના નિવારણ અંગેની કામગીરી કરવામાં આવે છે.

અનુ.જાતિ/અનુ.જન જાતિનાં લોકો પર થતા અત્યાચારો સંબંધિત તપાસ માટે સરકારશ્રી દ્વારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.સી./એસ.ટી. સેલની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ પ્રકારના ગુન્હાની જાતે તપાસ કરવામાં આવે છે.

તદ્ ઉપરાંત, વિશિષ્ટ પ્રકારની કામગીરી માટે જુદા જુદા સ્કવોર્ડ જેવા કે, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એન્ટી રોમીયો સ્ક્વોર્ડ વગેરેની રચના કરવામાં આવેલ છે, અને તેને સંલગ્ન ગુન્હાઓની ઝડપી તપાસ કરી ગુન્હેગારોને ઝડપી લઈ ન્યાયની અદાલતમાં રજુ કરાવી નશ્યત કરવામાં આવે છે. પોલીસ તંત્રની તપાસ કામગીરીની મદદ માટે વાયરલેસ વિભાગ, એમ.ઓ.બી., એલ.આઈ.બી., ફિંગરપ્રિન્ટ, અશ્વદળ, શ્વાનદળ, ફોટોગ્રાફી વિભાગ, મોટર વાહન શાખા, ગ્રામ્ય રક્ષક દળ, જિલ્લા ક્રાઈમ રેકર્ડ બ્યુરો પણ ઉપલબ્ધ છે.

 (કે) મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલ અન્ય કચેરીઓના સરનામાં –

ક્રમ

કચેરી / પોલીસ સ્ટેશન

સરનામું

પોલીસ અધિક્ષકશ્રી, સુરેન્દ્રનગર

જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર

ના.પો.અધિ.શ્રી, મુખ્ય મથક,સુરેન્દ્રનગર

જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર

ના.પો.અધિ.શ્રી,એસ.સી./એસ.ટી.સેલ, સુરેન્દ્રનગર

જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર

વિ.પો.અધિ.શ્રી,સુરેન્દ્રનગર ડીવીઝન, સુરેન્દ્રનગર

જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર

વિ.પો.અધિ.શ્રી,લીંબડી ડીવીઝન, લીંબડી

સેવા સદન પાછળ, લીંબડી

વિ.પો.અધિ.શ્રી, ધ્રાંગધ્રા ડીવીઝન, ધ્રાંગધ્રા

મોચી વાડના નાકે, હરીપર રોડ, ધ્રાંગધ્રા

પો.ઇન્સ.શ્રી એલ.સી.બી., સુરેન્દ્રનગર

જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર

પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી., સુરેન્દ્રનગર

જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર

પો.ઇન્સ.શ્રી એલ.આઇ.બી. સુરેન્દ્રનગર

જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર

૧૦

પો.ઇન્સ.શ્રી સાયબર ક્રાઇમ પો.સ્ટે., સુરેન્દ્રનગર

ટાવર પાસે, સુરેન્દ્રનગર

૧૧

પો.ઇન્સ.શ્રી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે.

ટાવર પાસે, સુરેન્દ્રનગર

૧૨

પો.ઇન્સ.શ્રી સુરેન્દ્રનગર સીટી બીડીવીઝન પો.સ્ટે.

સુરેન્દ્રનગર-વઢવાણ મેઇન રોડ GIDC વઢવાણ

૧૩

પો.ઇન્સ.શ્રી જોરાવરનગર પો.સ્ટે.

મોરબી વાળા પુલના છેડે, રતનપર

૧૪

પો.ઇન્સ.શ્રી વઢવાણ પો.સ્ટે.

શ્રી દાજીરાજ હાઇસ્કૂલ સામે, વઢવાણ

૧૫

પો.ઇન્સ.શ્રી લખતર પો.સ્ટે.

તાલુકા પંચાયત કચેરી પાસે, લખતર

૧૬

પો.ઇન્સ.શ્રી મુળી પો.સ્ટે.

મામલતદાર કચેરી પાછળ, મુળી

૧૭

પો.ઇન્સ.શ્રી મહિલા પો.સ્ટે.

જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર

૧૮

પો.ઇન્સ.શ્રી લીંબડી પો.સ્ટે.

સેવા સદન પાછળ, લીંબડી

૧૯

પો.ઇન્સ.શ્રી પાણશીણા પો.સ્ટે.

હાઇસ્કૂલ સામે, પાણશીણા, તા.લીંબડી

૨૦

પો.ઇન્સ.શ્રી ચુડા પો.સ્ટે.

સ્ટેશન રોડ, ચુડા

૨૧

પો.ઇન્સ.શ્રી સાયલા પો.સ્ટે.

નેશનલ હાઇ-વે, સાયલા

૨૨

પો.ઇન્સ.શ્રી ચોટીલા પો.સ્ટે.

ચામુંડા પોલીસ ચોકી સામેની ગલીમાં, ચોટીલા

૨૩

પો.ઇન્સ.શ્રી થાનગઢ પો.સ્ટે.

જી.ઇ.બી. સબ સ્ટેશન પાસે, થાનગઢ

૨૪

પો.ઇન્સ.શ્રી નાની મોલડી પો.સ્ટે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇ-વે રોડ, નાની  મોલડી, તા.ચોટીલા

૨૫

પો.સબ.ઇન્સ.શ્રી ધજાળા પો.સ્ટે.

ધજાળા તા.સાયલા

૨૬

પો.ઇન્સ.શ્રી ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.

મોચી વાડના નાકે, હરીપર રોડ, ધ્રાંગધ્રા

૨૭

પો.ઇન્સ.શ્રી ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.

મોચી વાડના નાકે, હરીપર રોડ, ધ્રાંગધ્રા

૨૮

પો.ઇન્સ.શ્રી બજાણા (માલવણ) પો.સ્ટે.

માલવણ ચોકડી, માલવણ-અમદાવાદ હાઇવે રોડ

૨૯

પો.ઇન્સ.શ્રી પાટડી પો.સ્ટે.

સર્કલ પાસે, વિરમગામ રોડ,પાટડી

૩૦

પો.ઇન્સ.શ્રી દસાડા પો.સ્ટે.

શંખેશ્વર રોડ, દસાડા

૩૧

પો.સ.ઇ.શ્રી ઝીંઝુવાડા પો.સ્ટે.

હાઇસ્કૂલ પાસે, ઝીંઝુવાડા

૩૨

પો.સ.ઇ.શ્રી ટ્રાફિક પો.સ્ટે. સુરેન્દ્રનગર

એમ.પી.શાહ આર્ટસ કોલેજ પાસે, સુરેન્દ્રનગર

૩૩

રી.પો.ઇન્સ.શ્રી, પો.હેડ કવાટર., સુરેન્દ્રનગર

જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર

 

 (એલ) કચેરી શરૂ/બંધ થવાનો સમય -- જિલ્લા પોલીસ વડાની વહિવટી કચેરીનો સમય સવારનાં કલાક-૧૦-૩૦ થી સાંજના કલાક-૧૮-૧૦ સુધીનો છે. પરંતુ, આ કચેરીમાં આવેલ કંન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક કાર્યરત છે, તેજ રીતે, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો પણ ર૪ કલાક કાર્યરત હોય છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ