હું શોધું છું

હોમ  |

નાગરિક અધિકારપત્ર
Rating :  Star Star Star Star Star   

નાગરિક અધિકારપત્ર અંગેની માહિતી

પ્રસ્તાવના

ભારત લોકશાહી પદ્ધતિથી ચાલતો દેશ છે. લોકશાહી પદ્ધતિથીમાં રાજ્યના વહીવટમાં નાગરિક સર્વોપરી છે. દેશના નાગરિકો માટે વહીવટી માળખું ઘડી કાઢવામાં આવ્યું છે. નાગરિકો માટે કરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા સમયસર, તટસ્થ રીતે ન્યાયપૂર્ણ રીતે થાય તે વહીવટી તંત્રની ફરજ છે.

નાગરિકોના અધિકારો બાબતે નાગરિક સભાન બને અને પોતાના પ્રશ્નોની રજૂઆત યોગ્ય રીતે કરી તે પ્રશ્નનો કાયદાકીય જોગવાઇઓ મુજબ સરળતાથી સમય મર્યાદામાં નિકાલ થાય છે કે કેમ ? અને જો નિકાલ ન થાય તો તેઓએ પોતાના પ્રશ્નોની રજૂઆત કેવી રીતે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરવી એટલી સમજણ આપવાનો હેતુ આ નાગરિક અધિકારપત્રનો છે.

પોલીસ ખાતા સાથે કોઇ પણ કામ માટે સંપર્કમાં આવતા પ્રજાજનો પોલીસ ખાતા પાસે કેવી અને કઇ સેવાની અપેક્ષા રાખી શકે, કોના પાસેથી કેવી રીતે આ સેવા કેટલા સમયમાં મેળવી શકે અને નિયત સમય મર્યાદામાં સંતોષજનક રીતે અપેક્ષિત સેવા ન મળે તો કયા અધિકારીનો સંપર્ક કરવો, ફરિયાદ કે રજૂઆત અંગે તપાસ કામગીરી ચાલુ હોય તો સમયાંતરે પ્રગતિની જાણ ક્યાંથી કેવી રીતે મળી શકે તેની જાણકારી આપવા માટે આ નાગરિક પત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે.

નાગરિકોના અધિકારો બંધારણમાં નિશ્ચિત કરવામાં આવે છે. તેની સાથે-સાથે નાગરિકોની શું ફરજો છે અને આ ફરજોનો અમલ કરનાર દરેક નાગરિક પોલીસ પાસેથી નૈતિક અધિકારની રૂએ સેવાઓ મેળવે અને પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવામાં પણ આ નાગરિક અધિકારપત્ર મદદરૂપ બનશે.

અરજીની તપાસ

અરજદાર પોતાની અરજી પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકી કે આઉટ પોસ્ટમાં આપી શકે છે. તેમ જ કોઇ પણ ઉપરી અમલદારને આપી શકે છે.

અરજદારની અરજીની તપાસ અગર અરજી લેવા બાબતે અસંતોષ જણાયતો અરજદાર ઉપરી અમલદાર જેવા કે પોલીસ ઇન્સ્પેક્ટર, ડી.વાય.એસ.પી., એસ.પી. સમક્ષ રજૂઆત કરી શકે છે.

તેઓએ આપેલ અરજીની તપાસની વિગતો સંબધિત પોલીસ સ્ટેશન કે વિભાગીય પોલીસ અધિકારીની કચેરીમાંથી દરરોજ સવારે ૧૧/૦૦ થી ૧૩/૦૦ વચ્ચે મેળવી શકે છે.

અરજદારે આપેલી અરજી અંગેની પહોંચ મેળવવા હક્કદાર છે.

અરજીની તપાસ દિવસ-૧૫માં પૂર્ણ કરી તેનો અહેવાલ પાઠવવાની અને તેની અરજદારને જાણ કરવાની હોય છે. તેમાં કોઇ કારણસર વધુ સમયની જરૂર પડે તો ઉપરી અમલદારની પરવાનગી લેવાની હોય છે.

હથિયાર પરવાના અરજીનો નિકાલ

બંધારણની કલમ ૧૯(૧) હેઠળ ભારતનો દરેક નાગરિક જો તે આર્મ્સ એક્ટની કલમ ૧૪(૧)માં જણાવેલ ક્ષતિઓ ગેરલાયકાતો, તેને હથિયાર પરવાનો રાખવાનો બંધારણીય હક્ક છે.

જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી સુરેન્દ્રનગર તરફથી સ્વરક્ષણ, સ્પોર્ટ તથા ડિસ્પ્લે માટેના હથિયાર પરવાના આપવામાં આવે છે. હથિયાર પરવાના અરજીનો નિકાલ ૭૫ દિવસની અંદર કરવાનો હોય છે. જેમાં જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી હથિયાર પરવાના અરજી અંગે મામલતદારશ્રી તથા પોલીસ અભિપ્રાય માગવામાં આવે છે. મામલતદારશ્રીએ દિવસ-૫માં જીલ્લા મેજિસ્ટ્રેટશ્રીને અભિપ્રાય મોકલી આપવાનો હોય છે. પોલીસ ખાતાના રીપોર્ટ માટે નીચે મુજબની સમયમર્યાદા નકકી કરવામાં આવેલ છે.

પોલીસ સ્ટેશનના અધિકારીએ દિવસ-૨૫માં નાયબ પોલીસ અધિકારીને અહેવાલ મોકલી આપવાનો હોય છે. નાયબ પોલીસ અધિકારીએ તેમના અભિપ્રાય સાથે દિવસ-૫માં જિલ્લા પોલીસ અધિકારીને અહેવાલ આપવાનો હોય છે. જીલ્લા પોલીસ અધિકારીશ્રીએ દિવસ-૧૦માં જીલ્લા મેજિસ્ટ્રેટશ્રીને તેમના અભિપ્રાય સાથે મોકલી આપવાનો હોય છે.

 

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પાક રક્ષણ તેમ જ પશુ સંરક્ષણ માટેના હથિયાર પરવાના આપવામાં આવે છે. આવા હથિયાર પરવાના અરજીનો નિકાલ દિવસ-૬૦ માં નિકાલ કરવાનો હોય છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી તરફથી હથિયાર પરવાના અંગે મામલતદારશ્રી તથા પોલીસનો અભિપ્રાય માગાવવામાં આવે છે. જેમાં મામલતદારશ્રીએ દિવસ-૫ માં અહેવાલ મોકલી આપવાનો હોય છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરે દિવસ-૧૫માં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીને મોકલી આપવાનો હોય છે.

વિવિધ પરવાના

  • હથિયાર પરવાના
  • સ્ફોટક પદાર્થ (ફટાકડા, કુબ્બાટેટા વગેરે) માટેના પરવાના
  • હોટેલ/રેસ્ટોરાં માટેના પરવાના
  • સિનેમા લાઇસન્સ
  • રેસ્ટ હાઉસ/ગેસ્ટ હાઉસની નોંધણીનાં પ્રમાણપત્ર
  • પાસપોર્ટને લગતી કામગીરી

આપ ક્યાં રજૂઆત કરી શકો છો ?

જીલ્લાની કામગીરી બાબતે -

(૧) પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
      ફોનનંબર - ૦૭૯- ૨૩૨૪૬૩૩૭, ૨૩૨૪૬૩૩૩, ૨૩૨૪૬૩૩૮

(૨) પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ રાજકોટ.
     ફોન નંબર -૦૨૮૧ - ૨૪૭૭૫૧૧,  (ઘર) ૨૪૭૭૫૨૨

 

 

 

જીલ્લાના અધિકારી/માણસોની કામગીરી બાબતે

ક્રમ

જીલ્લાના અધિકારી

કોડ નંબર

કચેરી

ઘર

પોલીસ અધીક્ષકશ્રી સુરેન્દ્રનગર

૦૨૭૫૨

૨૮૨૧૦૦

  ૨૮૫૦૫૧

નાયબ પોલીસ અધીક્ષકશ્રી, મુખ્‍ય મથક સુરેન્દ્રનગર

૦૨૭૫૨

૨૮૫૬૦૦

 ૨૮૫૦૫૦

નાયબ પોલીસ અધીક્ષકશ્રી, સુરેન્દ્રનગર

૦૨૭૫૨

૨૮૫૧૦૦

  ૨૮૫૧૦૧

નાયબ પોલીસ અધીક્ષકશ્રી, લીંબડી

૦૨૭૫૩

૨૬૩૦૨૫

  ૨૬૩૦૨૬

નાયબ પોલીસ અધીક્ષકશ્રી, ધ્રાંગધ્રા

૦૨૭૫૪

  ૨૮૨૯૮૯

 ૨૮૧૭૬૧

પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, સુરેન્દ્રનગરસીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન

૦૨૭૫૨

૨૮૫૧૦૩

૨૮૨૮૫૦

પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન

૦૨૭૫૪

૨૮૨૮૫૦

 ૨૮૨૩૨૫

પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, થાનગઢ પોલીસ સ્ટેશન

૦૨૭૫૧

૨૨૦૨૬૭

 

સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, સુરેન્દ્રનગર સર્કલ

૦૨૭૫૨

૨૮૫૧૦૫

 

૧૦

સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, લીંબડી સર્કલ

૦૨૭૫૩

૨૬૦૨૧૩

 

૧૧

સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ધ્રાંગધ્રા સર્કલ

૦૨૭૫૪

૨૮૨૬૩૪

૨૮૨૦૬૮

૧૨

સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ચોટીલા સર્કલ

૦૨૭૫૧

૨૮૧૨૨૪

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 04-09-2015