|
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે પોલીસ મ્યુઝિક બેન્ડ આવેલ છે. જે રિઝર્વ પોલીસ સબ.ઇન્સ.ની દેખરેખ હેઠળ ફરજ બજાવે છે. હાલ સુરેન્દ્રનગર પોલીસ બેન્ડમાં ૨ એ.એસ.આઇ., ૨ હેડ કોન્સ. અને ૬ પોલીસ કોન્સ. ફરજ બજાવે છે. જેઓ દરરોજ પોલીસ કર્મચારીઓની થતી પરેડ તેમજ શુક્રવારે યોજાતી સેરોમેનિયલ પરેડમાં બેન્ડ વગાડે છે. તેમ જ પોલીસ કર્મચારી કે પબ્લિકના માણસો દ્વારા લગ્ન પ્રસંગે અથવા અન્ય કોઇ પ્રસંગે બેન્ડની માગણી કરવામાં આવે ત્યારે નિયત કરેલ દરે બેન્ડ આપવામાં આવે છે
|
|
|