|
રમત ગમત પ્રવૃત્તિઓ
અત્રેનાં જીલ્લામાં પોલીસ કર્મચારીઓની સ્વાસ્થ્ય તેમ જ શારીરિક ફિટનેશ જળવાઇ રહે અને તેઓ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તે માટે અત્રેના સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ તેમજ દરેક પો.સ્ટે. ખાતે પોલીસ કર્મચારીઓ/અધિકારીઓ રમતો જેવી કે, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ રમી શકે તે માટેનાં તમામ સાધનો પૂરાં પાડવામાં આવેલ છે. તેમજ સુરેન્દ્રનગર ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લોન ટેનિસનું ગ્રાઉન્ડ પણ ઉપલબ્ધ છે.
તેમજ જીલ્લા પોલીસ હેડ કવા. ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવેલ છે. જેમાં ટેબલ ટેનીસ, બેડમીન્ટન જેવી રમતો રમી શકાય છે. તેમજ તેમાં કેરમ બોર્ડ રમવાની સુવિધા પણ ઉપલધ્ધ કરવામાં આવેલ છે. તેમજ તેમાં જીમ્નેશીયમનાં સાધનો પણ ઉપલધ્ધ કરવામાં આવેલ છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનો લાભ જીલ્લાના દરેક પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ લઇ શકે છે.
|
|
|
|