|
બંદોબસ્ત
સુરેન્દ્રનગર જીલ્લામાં બંદોબસ્તની કામગીરી અત્રેની એલ.આઇ.બી. શાખા તરફથી કરવામાં આવેલ છે. જેમાં જીલ્લામાં આવતા વી.વી.આઇ.પી.શ્રી ઓ તથા અન્ય મંત્રીશ્રી ઓનો સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવે છે. તેમ જ જીલ્લામાં આવેલ થાનગઢ પોસ્ટના તરણેતર ગામે દર વર્ષે યોજાતા લોકપ્રસિદ્ધ મેળા દરમ્યાન તેમ જ અન્ય શહેર તેમ જ ગામડાંમાં યોજાતા તમામ મેળાઓ દરમ્યાન બંદોબસ્ત રાખવામાં આવે છે. જીલ્લામાં યોજાતી પરીક્ષાઓ દરમ્યાન પરીક્ષા બંદોદસ્ત રાખવામાં આવે છે. તેમ જ ધાર્મિક કાર્યક્રમો કે અન્ય કાર્યક્રમો થાય ત્યારે તે મુજબનો બંદોબસ્ત કાયદો અને વ્યવસ્થાને ઘ્યાનમાં રાખી રાખવામાં આવે છે.
|
|