|
અત્રેનાં જીલ્લા ખાતે શુક્રવારનાં દિવસે સેરોમેનિયલ પરેડ અધિકારીશ્રીઓની હાજરીમાં થાય છે. જાહેર રજાના દિવસો સિવાય બાકીના દિવસોમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે પી.ટી. પરેડ રાખવામાં આવે છે. પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને ફિટનેશ જળવાઇ રહે તે માટે ડી.જી.પી.શ્રી ગુ.રા., ગાંધીનગરનાઓની સૂચનાં અનુસાર મહિનાની પાંચ અને વાર્ષિક ૬૦ પરેડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા અને તાબાના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે. તેના અમલ માટે દર માસની ક્રાઇમ કોન્ફરન્સમાં નોંધ લેવામાં આવે છે.
ઉપરાંત દર માસે એક દિવસ જીલ્લાના તમામ પો.સ્ટે. તથા હેડ કવા. તથા તમામ બ્રાન્ચો સહીતની સેરોમેનિયલ પરેડ જીલ્લા મથકે પોલીસ હેડ કવા., સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવે છે.
પરેડ સમયે યોગાસન પણ કરાવવામાં આવે છે. સાથો સાથ પોલીસ હેડ ક્વાર્ટર્સ, સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર ઓપ્ટિકલ કરાવવામાં આવે છે. રમતગમતનાં સાધનો ઉપલબ્ધ હોવાથી રમતગમતનું આયોજન પણ કરાવવામાં આવે છે.
|
|
|