Police Honours - પોલીસ માનપદક
રાષ્ટ્રપતિ પોલીસ પદક – PRESIDENT POLICE MEDAL
રાષ્ટ્રપતિ પોલીસ મેડલ બે પ્રકારે આપવામાં આવે છે. (૧) શૌર્યતા દાખવવા બદલ PRESIDENT POLICE MEDAL FOR GALLANTRY (PPMG) અને વિશિષ્ટ સેવા માટે PRESIDENT POLICE MEDAL FOR DISINGUISHED SERVICE (PPM) આપવામાં આવે છે. જેમાં પોલીસ દળના અધિકારીઓ/કર્મચારીઓ દ્રારા અસાધારણ શૌર્યતા અને વ્યવસાયિક નિપુણતા સર્વોચ્ચ કૌશલ્ય દાખવી જીંદગી અને મિલ્કત બચાવવાની વિશિષ્ટ કામગીરી અથવા ગુન્હો અટકાવવાની અથવા ગુન્હેગારોને પકડવાની કાર્યવાહી કરનાર, ખાસ વિકટ સંજોગો અને મુશ્કેલ પરિસ્થિતિમાં શૌર્યતાપૂર્વક પોલીસ સેવાનું આજ્ઞાપૂર્વક સંચાલન કરનારને રાષ્ટ્રપતિ દ્રારા એનાયત થાય છે. આ પદક સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ) નિમિત્તે એનાયત કરવામાં આવે છે.
પોલીસ મેડલ – POLICE MEDAL
પોલીસ મેડલ બે પ્રકારના છે. (૧) શૌર્યતા દાખવવા બદલ POLICE MEDAL FOR GALLANTRY (PMG) અને પ્રશંસનીય સેવા માટે POLICE MEDAL FOR MERITOURIOUS SERVICE (PM) આપવામાં આવે છે. પોલીસ દળના અધિકારીઓ/કર્મચારીઓ દ્રારા પોતાની દિર્ધ સેવાકીય કારર્કિદી દરમ્યાન ફરજ પ્રત્યે સાતત્યપૂર્ણ સાર્પણભાવ સાથે પ્રશંસનીય અને વિશિષ્ટ પ્રદાન કરનારને રાષ્ટ્રપતિ દ્રારા પોલીસ મેડલ એનાયત કરવામાં આવે છે. આ પદક પણ સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ) એનાયત કરવામાં આવે છે.
વડાપ્રધાનનો જીવનરક્ષા પદક – PRIME MINISTER MEDAL FOR LIFE SAVING
ભારત સરકાર દ્રારા દર વર્ષે જીવન રક્ષા પદક નામનો એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ એવી વ્યકિતને આપવામાં આવે છે કે, જેણે માનવ જીંદગી બચાવવા પ્રશંસનીય કામગીરી કરેલ હોય જેવી કે, કુદરતી આફત, આગ, પુર, વાવાઝોડું, જંગલી પ્રાણી સામે લડીને પોતાના જાનની પરવા કર્યા વિના પોતાની તમામ શકિત નિષ્ઠાપૂર્વક કામે લગાડી માનવ જીંદગી બચાવવા સરાહનીય કામગીરી કરેલ હોય તેની કામગીરીની કદર કરવા પ્રોત્સાહિત રૂપે આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવેલ છે. (૧) સર્વોત્તમ જીવન રક્ષક પદક (ર) ઉત્તમ જીવન રક્ષક પદક અને (૩) જીવન રક્ષા પદક.
પ્રશંસાપત્ર – APPRECIATION LETTER
પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ પોતાની ફરજ દરમ્યાન વિશિષ્ટ પ્રકારની સેવા પ્રદાન કરે જેવી કે, લોકસભા/વિધાનસભાની ચૂંટણી, મ્યુનિસીપલ/ગ્રામ પંચાયતની ચૂંટણી વગેરે તથા ઐતિહાસિક/ધાર્મિક સ્થળે મેળાઓના બંદોબસ્ત સમયે ઉપરાંત માન. રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીની મુલાકાત સમયે અનિચ્છનીય બનાવ વગર પ્રસંગને શાંતિપૂર્વક પસાર કરવા બદલ તેમની સેવાની કદર કરી પ્રશંસાપત્ર આપવામાં આવે છે.
ભારત સરકાર પોલીસ જવાનોને મેડલથી સન્માનીત કરે છે.
→ સને-૨૦૦૯ ના ૧૫ મી ઓગષ્ટ સ્વતંત્ર દિવસના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના શ્રી મહાવિરસિંહ કનુભા ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ નાઓને પોલીસ ખાતાની પ્રસંશનીય કામગીરી સબબ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી તરફથી પોલીસ મેડલ એનાયત થયેલ છે.
→ સને-૨૦૧૪ ના ૧૫ મી ઓગષ્ટ સ્વતંત્ર દિવસના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના શ્રી જયદીપભાઇ કેશવલાલ રાવલ પોલીસ હેડ કોન્સ્ટેબલ નાઓને પોલીસ ખાતાની પ્રસંશનીય કામગીરી સબબ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી તરફથી પોલીસ મેડલ એનાયત થયેલ છે.
|