હું શોધું છું

હોમ  |

લક્ષ્ય અને હેતુઓ
Rating :  Star Star Star Star Star   

સુરેન્‍દ્રનગર જીલ્‍લા પોલીસનુ મુખ્‍ય લક્ષ્‍ય સમાજને ઉચ્‍ચકોટીની બંધારણીય જનસેવા પ્રદાન કરવાનુ છે. સુરેન્‍દ્રનગર જીલ્‍લા પોલીસ શીસ્‍ત, ફરજ નિષ્‍ઠા, નિતિમત્તા અને પ્રમાણિકતા તેમજ બંધારણીયા મુલ્‍યોના ઉચ્‍ચત્તમ ધોરણો હાંસલ કરી, વિવેકબુધ્ધિ, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને કરુણા સાથે સંપૂર્ણા ગુણવત્તાપૂર્વક જનસેવાના આદર્શ સાથે જનસેવામાં કર્તવ્‍યપરાયણ રહી જાતિ-ધર્મ-ભાષા કે પ્રાદેશીક ભાવનાથી પર રહી મક્કમતા અને પારદર્શકતા સાથે કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી, ગુન્‍હા નિવારણ અને શોધન તેમજ કાનુન અમલીકરણની જવાબદારીઓ અસરકારતા સાથે નિર્વાહ કરી રાજયમાં નિરંતર વિકાસ અને સમૃધ્‍ધિ માટે ભયમુકત વાતાવરણનું નિર્માણ કરવા પ્રયત્‍નશીલ રહેશે.

સુરેન્‍દ્રનગર જીલ્‍લા પોલીસ સમાજમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા કાર્યરત છે. તે સમાજમાં સભ્‍યો અને કર્મચારીઓની ભાગીદારીથી સામાજીક અને આર્થિક ગુન્‍હાખોરી ડામવા કટિબદ્ધ છે. અમો કર્મચારીઓને હકારાત્‍મક, સ્‍પર્ધાત્‍મક અને સમસ્‍યાનો આગવી રીતે ઉકેલ લાવી શકાય તેવુ વાતાવરણ પુરુ પાડીએ છીએ. તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે અને કોઇ અનિચ્‍છનિય બનાવ ન બને તે સારૂ તથા ટ્રાફીક અંગે લોકોમા જાગ્રૃતી રહે તે સારૂ અવાર નવાર વિવિધ સેમીનારનુ આયોજન કરવામા આવે છે.

વિરતા અને કૌશલ્‍ય થી ત્રાસવાદ, માનવમહત્તાને હાનિરૂપ પ્રવૃત્તિ, રાષ્‍ટ્રવિરોધી અને વિધ્‍વંસક પ્રવૃત્તિનો સામનો કરી તેનું નિર્મૂલન કરી માનવત્તા વિરૂધ્‍ધની આવી પ્રવૃત્તિ સામે સદૈવ જાગ્રત રહેશે. વ્‍યવસાયીક જ્ઞાન-નિપુણતામાં વધારો અને વિજ્ઞાન ટેકનોલોજીના પોલીસ કાર્યમાં ઉપયોગથી તપાસની ગુણવત્તા અને વ્‍યવસ્‍થાની અસરકારતા વધારી કાયદાનું શાસન સુદ્રઢ કરવા અવિરત પ્રયત્‍ન કરશે. સકારાત્‍મક અભિગમ સાથે કાયદાકીય જોગવાઇઓ નાગરીકોને કેન્‍દ્રમાં રાખી પોલીસ કાર્યપધ્‍ધતિમાં ધરખમ અને પરીણામલક્ષી તેમજ કાયમી ટકી રહે તે રીતે બદલાવ લાવી, વિનય, વિવેયુકત અને સુરુચીપૂર્ણ રીતભાત સાથે પોલીસ કામગીરીમાં જનસહયોગના માધ્‍યમથી જનતકેદારી અને જનભાગીદારીથી ગુન્‍હાનિવારણ, શોધન, માનવમહત્તાને હાનિરૂપ વ્‍યસનો વગેરે સામાજીક બદીના નિર્મૂલન માટે કાનુની કાર્યવાહી ઉપરાંત યોગ્‍ય વાતાવરણ નિર્માણમાં પ્રયત્‍નશીલ રહેશે અને કોમી સદભાવ તેમજ એખલાસની ભાવના ઊભી કરી વિવિધ વર્ગો વચ્‍ચે ભાઇચારાની ભાવના જળવાઇ રહે તેની તકેદારી લેશે. ફરજમાં બીનપક્ષપાતી/તટસ્‍થ વલણ, મક્કમતા સાથે કાનુન અમલીકરણ, જનઉત્તરદાયી પારદર્શક વ્‍યવસ્‍થા અને અન્‍ય વિભાગો સાથે આત્‍મીય સંકલન, માનવ અધિકાર પ્રત્‍યે આદર અને કાનૂન પ્રતિબદ્ધ નાગરીકોની અપેક્ષા-આકાંક્ષા પરીપૂર્ણ કરી પોલીસના વ્‍યવસાયને જનમાનસ પર ઊંચુ સ્‍થાન અપાવે તે રીતે ફરજ અદા કરી રાજય પોલીસના ’’સેવા, સુરક્ષા અને શાંતિ’’ ના ધ્‍યેયને હાંસલ કરશે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 01-07-2012