હું શોધું છું

હોમ  |

પોલીસનો ઇતિહાસ
Rating :  Star Star Star Star Star   

અગાઉ સુરેન્‍દ્રનગર જીલ્‍લાને ઝાલાવાડ જીલ્‍લા તરીકે ઓળખવામાં આવતો હતો. ભારત ગણતંત્રમાં ૧૯૪૯માં થયેલ વિલીનીકરણ સુધી પોલીસ વ્‍યવસ્‍થામાં કોઇ ફેરફાર ન હતો અને ત્‍યારબાદ સુરેન્‍દ્રનગર જીલ્‍લામાં કુલ ૧૭ પોલીસ સ્‍ટેશન થયેલ. જેમાં ૨ સબ ડીવીઝન કચેરી અને ચાર સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટરની કચેરી થયેલ અને સરકારીશ્રી ના ગૃહ વિભાગના જાહેરનામા નંબર પી.ટી.સી/૧૪૫૯/૫૬૪૮૯/વીઆઇ તા. ૨૪/૦૯/૧૯૫૯ થી અત્રેના જીલ્‍લામાં કુલ ૧૭ આઉટ પો.સ્‍ટે.ની નવી જગ્‍યા ખોલવામાં આવેલ છે.

ત્‍યારબાદ સને. ૧૯૬૩ ની સાલમાં ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં શકિતગેટ પોલીસ ચોકી મંજૂર થતા ખોલવામાં આવેલ. સને. ૧૯૮૩ ની સાલમાં થાનગઢ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ખારેશ્વર પોલીસ ચોકી મંજૂર થતા ખોલવામાં આવેલ છે. સને. ૧૯૮૫ ના વર્ષમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્‍ટેશનમાં આવેલ નિમકનગર ગામે આઉટ પોસ્‍ટ શરૂ કરવામાં આવેલ. સને. ૧૯૮૭ ની સાલમાં લીંબડી પોલીસ સ્‍ટેશનમાં છાલીયા પોલીસ ચોકી મંજૂર થતા ખોલવામાં આવેલ. તેમજ ચોટીલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બામણબોર ગામે આઉટ પોસ્‍ટ મંજૂર થતા ખોલવામાં આવેલ છે.

તેમજ ગૃહ વિભાગનાં ઠરાવ નં. મહક/૧૦૯૮/૪૯૭૮/સ તા. ૦૯/૦૬/૨૦૦૦ થી રાજયમાં ૧૪ વિભાગીય પોલીસ અધિકારીશ્રી ની કચેરી શરૂ કરવામાં આવેલ છે. જેમાં અત્રેના જીલ્‍લામાં લીંબડી બસ ડીવીઝન મંજૂર થતા નવું સબ ડીવીઝન ખોલવામાં આવેલ છે. જેમાં લીંબડી તેમ જ ચોટીલા સર્કલ આ ડીવીઝનના કાર્યક્ષેત્ર હેઠળ રાખવામાં આવેલ છે.

અગાઉ બજાણા પોલીસ સ્‍ટેશન અને પાટડી આઉટ પોસ્‍ટ કાર્યરત હતું. પરંતુ ગૃહ વિભાગના ઠરાવ નં. પસપ/૧૦/૨૦૦૧/સ.સ./૯-વ તા. ૧૫/૦૯/૨૦૦૧ થી બજાણા આઉટ પોસ્‍ટ અને પાટડી પોલીસ સ્‍ટેશન શરૂ કરવામાં આવેલ છે.

તેમજ સને ૨૦૧૧ માં સુરેન્‍દ્રનગર સીટી ખાતે મહીલા પોલીસ સ્‍ટેશન કાર્યરત કરવામાં આવેલ છે.

આમ અત્રેના સુરેન્‍દ્રનગર જીલ્‍લામાં ૩ સબ ડીવીઝન કચેરી, ૪ સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર ની કચેરી, ૧૭ પોલીસ સ્‍ટેશન, ૧ મહીલા પોલીસ સ્‍ટેશન અને ૧૯ આઉટ પોસ્‍ટ આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 26-04-2011