|
સુરેન્દ્રનગર જીલ્લો ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જીલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્રાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેર એ આ જીલ્લાનું મુખ્ય મથક છે. વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહે સુરેન્દ્રનગર શહેર વસાવેલું અને તેમના નામ પર થી આ શહેરનું નામ સુરેન્દ્રનગર પડેલ છે. અગાઉના સમયમાં અંગ્રેજોનો કેમ્પ આ શહેરમાં રહેતો હોવાથી આ શહેરને કાંપ પણ કહે છે. આ જીલ્લાની પાડોશમાં કચ્છ, મહેસાણા, પાટણ, અમદાવાદ, ભાવનગર અને રાજકોટ જીલ્લાઓ આવેલા છે. જીલ્લામાં મુખ્યત્વે હિન્દુ અને મુસ્લિમ બન્ને ધર્મના જુદી જુદી જ્ઞાતિના લોકો રહે છે. હિન્દુ જ્ઞાતિમાં બ્રાહ્મણ, પટેલ વાણિયા, ક્ષત્રિય, કોળી, માળી, ભરવાડ, રબારી, દરજી, મોચી, કંસારા, કુંભાર, લુહાર, સુથાર, સોની, ચારણ, બારોટ, વાણંદ, બાવાજી, બજાણિયા, દેવીપૂજક તથા અનુ.જાતિમાં હરીજન, ચમાર, મોચી તથા મુસ્લિમમાં શેખ, સૈયદ, પઠાણ, મલેક, મેમણ, પીંજારા, વ્હોરા, મીંયાણા વસવાટ કરે છે.
ક્ષેત્રફળ
સુરેન્દ્રનગર જીલ્લાનું ક્ષેત્રફળ ૧૦,૪૮૯ ચોરસ કિ.મી. છે.
ભૌગોલિક
સુરેન્દ્રનગર જીલ્લો ઉત્તર અક્ષાંક ૨૨.૦૦ થી ૨૩.૪૫ અને પૂર્વ રેખાંશ ૬૬.૪૫ થી ૭૧.૪૫ વચ્ચે આવેલ છે. પૂર્વે અમદાવાદ, પશ્વિમે રાજકોટ, ઉત્તરે મહેસાણા, પાટણ અને કચ્છ તથા દક્ષિણે ભાવનગર જીલ્લાઓ આવેલા છે. આ જીલ્લાની વસ્તી સને. ૨૦૦૧ ની વસ્તી ગણતરી મુજબ ૧૫,૧૫,૧૪૭ ની છે. જયારે સને. ૨૦૧૧ ની વસ્તી ગણતરીની કામગીરી ચાલુ છે.
જળસ્ત્રોત
નદીઓ - મુખ્યત્વે ભોગાવો અને ફલકુનદીઓ આવેલી છે. કેનાલો - નર્મદા કેનાલ જળાશયો - ધોળીધજા ડેમ, બ્રાહ્મણી ડેમ, ફલકુ ડેમ, વાસલ ડેમ, થોળીયાળી ડેમ તળાવો - જોગાસર, રામસાગર, ધરમ, છાલીયા તળાવો છે.
કૃષિ પશુપાલન અને ડેરી
સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ ૧૯૫૦૭૬ હેકટર પૈકીના કુલ ૧૫૭૪૬૬ હેકટર જમીન વાવેતર લાયક વિસ્તાર જમી છે. આ જીલ્લાની મહદઅંશે જમીન સમતલ અને ગોરાડું છે. જેમાં બાજરી, જુવાર, ઘઉં, એરંડા, કપાસ, જીરું, ચણા, મગ, તલ, રાઇ વગેરે પાકો થાય છે.
સને ૧૯૯૭ ની ગણતરી મુજબ કુલ ૨૭૧૫૬૫ ગૌધન દેશી અને વિદેશી ઓલદનાં છે. તેમજ ભેંસો – ૧૬૫૧૯૭, ઘેંટા – ૯૯૫૭૨, બકરા – ૧૬૪૪૫૮, ગઘેડા – ૨૦૯૫, ઉંટ – ૪૪૬ એ રીતું પશુધન આવેલ છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં દુધ ડેરી નીચે કુલ ૧૭૮ દુધ મંડળીઓ ઉભી કરી સમગ્ર જીલ્લામાંથી દુધ સુરેન્દ્રનગર શહેર ખાતે ડેરી ખાતે લાવી શ્ર્વેતક્રાંતિ સર્જન કરેલ છે.
ઉધોગો
સુરેન્દ્રનગર જીલ્લામાં નાના મોટા થઇને કુલ ૭૫૪ ઉધોગો આવેલ છે. આ ઉધોગો રોજગાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે.
મુખ્ય ખનીજ
સુરેન્દ્રનગર જીલ્લામાં મુખ્યત્વે કાર્બોસેલ અને ગ્રેનાઇટ ખનીજ આવેલ છે.
શિક્ષણ
(૧) પ્રાથમિક શાળાઓ - ૪૮૯૧ (ર) માધ્યમિક શાળાઓ - ૧૫૨૨ (૩) ઉચ્ચ માધ્યમિક શાળાઓ - ૧૪૯ (૪) કોલેજો - ૬૦ (પ) પોલીટેકનીક કોલેજ - ૧
ઉપરાંત પીટીસી, ફાર્મસી, એન્જિનીયરીંગ, મેડીકલ, બી.એડ. કોલેજ પણ ઉપલબ્ધ છે.
પોલીટીકલ
સુરેન્દ્રનગર જીલ્લામાં જીલ્લા પંચાયત – ૧, તાલુકા પંચાયત – ૧૦ અને ગ્રામ પંચાયત -૬૧૭ આવેલ છે. ઉપરાંત હળવદ, ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી અને ચોટીલા એમ કુલ ૭ નગરપાલીકાઓ આવેલ છે. તેમજ દસાડા, ધ્રાંગ્રધ્રા, હળવદ, ચોટીલા, લીંબડી અને વઢવાણ એમ કુલ ૬ વિધાનસભા વિસ્તાર આવેલ છે અને ૧ લોકસભા વિસ્તાર આવેલ છે.
|