|
સુરેન્દ્રનગર જિલ્લો-સાફલ્યગાથા સુરેન્દ્રનગર જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અન્વયે મહિલાની સુરક્ષા અંગે પોલીસ હેડ કવાર્ટસ જીલ્લા ડીસ્ટ્રીક્ટ ટ્રેનિંગ સેન્ટર (DTC) ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિવીઝનના શ્રીમતી અમીતા.કે.વાનાણી વિભાગીય પોલીસ અધિકારી તથા સુરેન્દ્રનગરસીટી પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી સી.બી.પટેલ તેમજ મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.એચ.ચૌધરી તેમજ મહિલા પો.સ્ટેનો સ્ટાફ તથા સ્કુલના શિક્ષક ભાઇઓ તથા શિક્ષીકા બહેનો હાજર રહેલ.અને શિક્ષકોને મહિલાઓની સુરક્ષાઓ અંગેની સમજણ આપી સ્કુલોની અંદર એક ફરીયાદીપેટી મુકવાનુ આયોજન કરવા અંગે વાર્તાલાભ કરેલ.અને નારીઓને મુંઝવતા પ્રશ્ર્નો અંગેની ચર્ચાઓ કરવામાં આવેલ. આમ સુરક્ષાસેતુ સોસાયટી અન્વયે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ ધ્વારા નારીસુરક્ષા બાબતે પોલીસ હેડ કવાટર્સ, જીલ્લા ડીસ્ટ્રીક્ટ ટ્રેનિંગ સેન્ટર (DTC) સુરેન્દ્રનગર ખાતે સફળ આયોજન કરવામાં આવેલ હતુ .
|
|