સુરેન્દ્નનગર જિલ્લામાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુરેન્દ્રનગર શહેર મુકામે કાર્યરત છે. સુરેન્દ્રનગર જિલ્લો પોલીસ અધિક્ષકશ્રી કક્ષાના અધિકારી હસ્તક છે. હાલમાં શ્રી ડૅા.ગીરીશ પંડ્યા (આઇ.પી.એસ.) પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ૩ વિભાગીય પોલીસ અધિકારીશ્રીની કચેરી, ૪ સી.પી.આઇ.શ્રીની કચેરી, તથા ૨૧ પોલીસ સ્ટેશન આવેલ છે. અને ૧ મહિલા પોલીસ સ્ટેશન આવેલ છે. ઉપરાંત ૧ એસ.સી/એસ.ટી. સેલની કચેરી આવેલ છે. જેને ઉત્તર તેમજ દક્ષિણ એમ બે વિભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે. અને એલ.સી.બી. શાખા, એસ.ઓ.જી.શાખા તથા પોલીસ હેડ કવાર્ટર આવેલ છે.