અત્રેનાં જિલ્લાનાં કર્મચારીઓને કમાન્ડો બેઝિક, કમાન્ડો રિફ્રેસર કોર્સ માટે પોલીસ અકાદમી કરાઇ જીલ્લો ગાંધીનગર ખાતે સીટોની ફાળવણી મુજબ અત્રેના કર્મચારીઓને મોકલવામાં આવે છે. તેમ જ પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે આર્મ્ડ પો.કોન્સ/હેડ.કોન્સ./ એ.એસ.આઇ.ને રિફ્રેસર કંડક્શન કોર્સમાં મોકલવામાં આવે છે.
તેમજ સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો, ગાંધીનગર ખાતે કોમ્પ્યુટરની અલગ અલગ પ્રકારની તાલીમ માટે મોકલવામાં આવે છે.
તેમજ અત્રે આધુનિક કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર DTC (ડીસ્ટ્રીકટ ટ્રેનીંગ સેન્ટર) શરૂ કરવામા આવેલ છે. સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો, ગાંધીનગર તરફથી સુચના થઇ આવે ત્યારે જીલ્લાના અધિકારી/ કર્મચારીઓને HDIITS / CCTNS ની ટ્રેનીંગ આપવામા આવે છે.
તેમજ જીલ્લા પોલીસ મથક ખાતે કોમ્પ્યુટર/એમ.ઓ.બી./ફિંગરની તાલીમ આપવમાં આવે છે. ઉપરાંત અંગ્રેજી ભાષાની જાણકારી માટે જીલ્લા મથકે કોચીંગ કલાસ શરૂ કરી અંગ્રેજીની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ઇન્વેસ્ટીગેશન તાલીમ માટે જુદા – જુદા સમયે ઇન્વેસ્ટીગેશનના ચુનંદા જાણકાર ઓફીસરોને બોલાવી જીલ્લા મથકે તેઓના લેકચરો ગોઠવી જીલ્લાના પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટેગેશનનું કામ કરતાં એએસઆઇ/હે.કો./પોકો ને તાલીમ આપવામાં આવે છે. મોબાઇલ ના ઉપયોગથી ગુન્હા શોધી કાઢવા અંગે પણ તાલીમોનું આયોજન કરી તાલીમ આપવામાં આવે છે. ગુન્હા શોધી કાઢવામાં અને પુરાવાઓ કઇ રીતે એકઠા કરવા તે અંગેની જાણકારી મળી રહે તે માટે ફોરેન્સિક સાયન્સના અધિકારીઓને બોલાવી તાલીમોનું આયોજન પણ કરવામાં આવે છે