અત્રેના જીલ્લાના ૧૭ - પોલીસ સ્ટેશનમાં રોજે રોજ નોંધાતા ગુન્હાની વિગત વાયરલેસ મેસેજ, ફેક્સ મેસેજ, ઈ-મેઇલ મેસેજ, એફટીપી દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આપવામાં આવે છે. જેમાંથી ડઇલી રિપોર્ટ તથા મોર્નિંગ રિપોર્ટ બનાવી પોલીસ અધીક્ષકશ્રી નાઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ કરવાની થતી હોઇ તે કચેરીઓને ફેક્સ / ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવે છે.
અત્રેની રીડર શાખા દ્વારા નીચે મુજબના માસિક તેમ જ વાર્ષિક પત્રકો તૈયાર કરવા સારુ દરેક પોલીસ સ્ટેશનથી નિયત નમૂનામાં માહિતી મગાવવામાં આવે છે તથા આ પત્રકો તૈયાર કરી વડી કચેરીઓમાં મોકલી આપવામાં આવે છે.
માસિક પત્રકો.
- ક્રાઈમ રિપોર્ટિગ.
- માસિક ક્રાઈમ રીવ્યૂ.
- માસિક ક્રાઈમ આકડાંકીય માહિતી પત્રક એ ટુ એલ.
- માસિક કાયદો વ્યવસ્થાનાં પત્રક.
- માસિક પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નિયમ પ૭૧ (ત્રણ)ના એપેન્ડિક્ષ-૧ મુજબ નમૂના નં. ૩૯ થી ૪ર ના પત્રકો
- માસિક ક્રાઈમ ઈન ગુજરાત પાર્ટ ૧ થી પ મુજબનાં પત્રકો.
- માસિક રોડ અકસ્માતની માહિતી.
- વિધાનસભા/સંસદગૃહ સત્ર દરમ્યાન પુછાયેલ આર.એસ.ક્યુ/ એલ.એસ.ક્યુ.ના જવાબ પાઠવવાની કામગીરી.
- માસિક ક્રાઈમ કોન્ફરન્સનાં પત્રકો.
વાર્ષિક પત્રકો.
- ક્રાઈમ ઈન ઈન્ડિયાનાં વાર્ષિક પત્રકો.
- વાર્ષિક વહીવટી અહેવાલ.
- રોડ અકસ્માતનાં વાર્ષિક પત્રકો.
- સુસાઈડ એન્ડ ડેથના વાર્ષિક પત્રકો.
તેમ જ જીલ્લાના પોલીસ અધિકારીઓની આવેલ વીકલી ડાયરી ઉપર ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉપર ચેક લેવા અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તરફથી માગવામાં આવતી આકડાંકીય માહિતી તેમ જ ગુન્હાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડર શાખા દ્વારા કરવામાં આવે છે.